Thursday, August 27, 2009

Gujju

શાળા - એક એવી જ્ગ્યા જેના માટે પપ્પા ચુકવે અને પપ્પુ રમે.

નર્સ
- એક એવી વ્યક્તિ જે તમને ઊંઘની ગોળીઓ લેવા માટે ભર ઊંઘમાંથી જગાડે.

લગ્ન
- એક એવો બનાવ જેમાં મુરતિયોબેચલરની ડીગ્રી ગુમાવે છે અને કન્યામાસ્ટર્સની ડીગ્રી મેળવે છે.

આંસુ
- પુરુષના અડગ સંકલ્પને ધોઈ નાખતું પાણી.

લેક્ચર
- પ્રોફેસરની નોંધપોથીમાંથી વિદ્યાર્થીની નોંધપોથીમાં ઊતરતું જ્ઞાન જે બંનેના મગજને અસ્પૃશ્ય રહે છે!

કોન્ફરન્સ
- ગૂંચવાડો ગુણ્યા હાજર સંખ્યા.

કોન્ફરન્સ
રુમ - એક એવી જગ્યા જ્યાં બધા બોલે છે પણ કોઈ સાંભળતું નથી.

પપ્પા
- એટીએમ - એની ટાઈમ મની.

બોસ
- એક એવી વ્યક્તિ જે તમે મોડા પડ્યા હો તે દિવસે સમયસર હોય અને તમે જે દિવસે સમયસર હો તે દિવસે મોડી.

દાકતર
- જે તમારી બિમારીઓ દવા વડે ભગાડે છે અને તમને ખર્ચા વડે મારી નાખે છે!

ગુજરાતી
પુસ્તકો - લોકો વખાણે છે પણ વાંચતા નથી.

ખુશી
- એક એવો વળાંક જે ઘણું બધું સીધું ને સરળ બનાવે છે!

બગાસું
- પરણેલા પુરુષને મોઢું ખોલવા માટેનો સમય.

અનુભવ
- ભૂલોનું બીજું નામ.

1 comment:

વિનય ખત્રી said...

આ તમારું લખાણ છે?