Friday, September 11, 2009

૧૦ આદેશો તમારી જાતને જ આપો

મોટા - મોટા વિદ્વાનોથી પણ ભૂલ થાય છે. જો ભૂતકાળની ભૂલને જ પકડીને બેસી રહેશો, તો નવી શરૃઆત કરવાનો સમય જ નહીં મળે. તેથી ભૂતકાળને ભૂલી જઈને વર્તમાનનો આનંદ ઉઠાવો
૧. તમારી ઈચ્છા હોય, તો જ હાપાડો
બધાને ખુશ કરવાના પ્રયાસમાં આખરે તમે ખુદ જ હેરાન થાઓ છો. તમને બિલકુલ ઈચ્છા ના હોય, તેવા કામ કે વસ્તુ માટે હાના પાડો. જો કોઈ પરાણે તમારી પાસે કાર્ય કરાવવા માંગતું હોય તો યાદ રાખો કે તેમાં તેમનો પોતાનો કોઈ સ્વાર્થ છુપાયેલો છે.
૨. વિચારીને બોલો
તમારા શબ્દોનું મહત્ત્વ જાણો. કંઈ પણ બોલતાં પહેલાં તમે શું બોલવાના છો તેનો વિચાર કરી લો. તમારી વાત સામેની વ્યક્તિ બરાબર સમજી શકે તે રીતે સ્પષ્ટતા સાથે કરો, જેથી ગેરસમજ થવાનો અવકાશ ના રહે.
૩. તમારી મર્યાદા સ્પષ્ટ કરો
તમારા દિમાગમાં શું ચાલી રહ્યું છે તે અન્ય કોઈ વ્યક્તિ કહી શકે નહીં. તેથી તમને ના ગમતી હોય તેવી બાબતોથી તેમને પરિચિત કરશો, તો જ તેઓ જાણી શકશે. તમારી મર્યાદારેખા બાંધી દો અને મિત્રો તથા સંબંધીઓને તમારા ગમા - અણગમાથી પરિચિત કરો.
૪. રમૂજવૃત્તિ કેળવો
કેટલાક લોકો જાણ્યે - અજાણ્યે અન્ય ઉપર કટાક્ષ કરે છે કે મહેણું મારી દે છે અને તેમનું દિલ દુભાવે છે. જો કોઈ તમારા ઉપર આવો કટાક્ષ કરે, તો તેને હસી કાઢો અને મોટું મન રાખીને ભૂલી જાવ.
૫. આત્મસન્માન જાળવો
તમારો મત, સમય અને તમારાં મૂલ્યો મહત્ત્વનાં છે. જો તમે જ તમારા પ્રત્યે આદર ના ધરાવો તો પછી બીજા પાસેથી આદર મેળવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકો ?
૬. વચનનું પાલન કરો
અમુક પ્રતિકૂળ અને અનિવાર્ય સંજોગો સિવાય, તમે જે પણ વચન આપ્યું હોય તેનું પાલન કરો. તમારી પ્રાથમિકતાઓના આધારે આપેલું વચન પાળો. તમે તમારાં દાદી કે નાનીને મળવા જવાનું વચન આપ્યું હોય, તો જ્યારે પણ સમય મળે ત્યારે તેમની પાસે પહોંચી જાવ.
૭. લાગણીઓની કાળજી રાખો
શું તમે તમારી લાગણીઓ કરતાં અન્યની લાગણીને વધુ મહત્ત્વ આપો છો ? જો તમે દર વખતે આમ કરતાં હોવ, તો હવે પોતાની લાગણીઓ ઉપર ધ્યાન આપતા શીખો. યાદ રાખો કે કોઈના ક્ષણિક અહમને પોષવામાં તમે તમારી જરૃરિયાતોની ઉપેક્ષા કરી રહ્યા છો.
૮. આડી - અવળી અટકળોથી દૂર રહો
બીજી વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે, તે શું વિચારી રહી છે કે શું અનુભવી રહી છે તે તમે નથી જાણતા. જો જાણવું હોય તો તે માટે આડું - અવળું વિચાર્યા વિના પૂછી લેવું વધુ સારું છે. તે તમારા વિશે કેવું ધારશે અને તે શું વિચારશે તેવી ઝંઝટમાં પડીને વિચારો કરવા કરતાં તેને જ પૂછી લેવું ઉત્તમ છે.
૯. સ્વયંને માફ કરતાં શીખો
માનવ માત્ર ભૂલને પાત્ર. મોટા - મોટા વિદ્વાનો પણ ઘણી વખત ભૂલ કરી બેસે છે. જાતને દોષ દેવાનું છોડો. જો તમે તમારી ભૂલો બદલ પશ્ચાત્તાપ કરીને જાતને વખોડયા જ રાખશો, તો તમને આગળ વધવાનો અવકાશ જ નહીં મળે. તેથી ભૂતકાળ ભૂલીને ભૂલોમાંથી શીખ મેળવીને આગળ વધો.
૧૦. શ્રેષ્ઠ
તમે દરેક વ્યક્તિને ખુશ કરી શકો નહીં. તેવી જ રીતે દરેક વખતે તમારી જીત ના થાય તેવું પણ બને. તે સમયે તમારે તમારા નિર્ણયને વખોડવાની જરૃર નથી. તમે તમારો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો તે ઘણી મહત્ત્વની વાત છે.

No comments: